09 August, 2024 11:29 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
ચંપલમાં બ્લુટૂથ ડિવાઇસ
બિહારના આરામાં સિપાહીની જગ્યા માટે પરીક્ષા લેવાઈ રહી હતી. પટણા જિલ્લાના દોરવા ગામનો રવિ શંકર શર્મા અને પીરહી ગામનો વિકી કુમાર પણ સિપાહીની પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. કેન્દ્રીય પસંદગી સમિતિએ યોજેલી પરીક્ષામાં આ બન્ને જણ ચંપલમાં બ્લુટૂથ ડિવાઇસ લગાવીને આવ્યા હતા અને કાનમાં ભરાવેલા સ્પીકર સાથે કનેક્ટ કરીને જવાબ લખતા હતા. ખબર પડી ત્યારે કેન્દ્રીય અધીક્ષક સહિતનો સ્ટાફ ચોંકી ઊઠ્યો. બન્નેને પકડી લીધા અને પોલીસ બનવા આવેલા આ બન્ને જણ હવે ચોર બની ગયા છે. આ લોકો જો પોલીસમાં ભરતી થઈ ગયા હોત તો ચોર બિચારા શું કરત.