20 March, 2021 11:05 AM IST | Taiwan | Gujarati Mid-day Correspondent
ભોજન
સુશી રેસ્ટોરાં ચેઇન અકિન્ડો સુશીરોના કન્વેયરે જેમના નામમાં સેલ્મન માછલીનું નામ હોય તેમને મફત ભોજન ઑફર કર્યું છે. શાકભાજી, ઈંડાં, દરિયાઈ ફૂડથી બનેલી વાનગી સુશી તરીકે ઓળખાય છે. ઑફર એવી છે કે જેમના આઇડેન્ટિટી કાર્ડમાં એ વ્યક્તિના નામ સાથે સેલ્મન શબ્દ જોડાયેલો હોય તે વ્યક્તિ તેના પાંચ મિત્રો સાથે આ સુશી રેસ્ટોરાંમાં મફત ભોજનના હકદાર રહેશે. જેમના આઇ-કાર્ડમાં નામ સાથે ‘ક્વી-યુ’ (એટલે કે સેલ્મન માછલીનું ચીની નામ) તેમને આ ઑફર આપવામાં આવે છે.
લગભગ ૧૫૦ લોકોએ સુશી રેસ્ટોરાં ચેઇનમાં મફતમાં સુશી મેળવવા માટે તેમના કાનૂની નામમાં સેલ્મન શબ્દ ઉમેરવા સરકારી ઑફિસનો સંપર્ક કર્યો છે.
તાઇવાનમાં લોકો સત્તાવાર રીતે ત્રણ વાર પોતાનું નામ બદલી શકે છે. તાઇવાનના ડેપ્યુટી ઇન્ટીરિયર મિનિસ્ટર ચેન સંગ યેનના જણાવ્યા અનુસાર નામમાં આ પ્રકારે ફેરફાર કરવાથી સમયની બરબાદી થવા ઉપરાંત કારણ વગરનું વધારાનું પેપરવર્ક પણ થાય છે.
જોકે આ લોકો થોડા સમય બાદ પોતાનું નામ ફરી બદલીને જૂનું નામ રાખવાનું વિચારે છે.