અમેરિકાનું આર્કિટેક્ટ અને ડિઝાઇન મૅગેઝિન ‘ઇવોલો’એ ૨૦૨૨ના સ્કાયસ્ક્રૅપર સ્પર્ધાના વિજેતાઓ જાહેર કર્યા છે, જેમાં આર્કિટેક્ચર અને એને કુદરત તથા પર્યાવરણ સાથેના સંબંધને લઈને આવેલા પડકારને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મૅગેઝિન ૨૦૦૬થી આ સ્પર્ધાનું આયોજન કરે છે. ભવિષ્યમાં આવનારી ૪૦૦ જેટલી ગગનચુંબી ઇમારતોની ડિઝાઇનમાંથી વિજેતાઓને પસંદ કરવામાં આવ્યા હતા; જેમાં ગ્લોબલ વૉર્મિંગ, કુદરતી આફત અને વસ્તીવધારા જેવી થીમ્સ પર પ્રભાવિત કરનારી એન્ટ્રીઓ હતી. સૌથી વધુ પ્રભાવિત કરનારી એન્ટ્રીમાં મધમાખીઓ માટે ગગનચુંબી ઇમારત, ઑસ્ટ્રેલિયામાં એક ખાણ માટેના ખાડામાં બાંધવામાં આવેલો ટાવર અને ઊડતાં ઘરો માટે બનાવાયેલી એક ઊંચી ઇમારત હતી. સાઉથ કોરિયાના ડિઝાઇનરને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું.
10 June, 2022 09:54 IST | New Delhi