દુકાનદારે રોડ પર કચરો ફેંક્યો તો મ્યુનિસિપાલિટીએ બુલડોઝરથી એ કચરો પાછો દુકાનમાં નાખ્યો

12 September, 2025 01:08 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

આ દુકાનદારે પોતાની ઑફિસમાંથી નીકળેલો કચરો રોડ પર ફેંકી દીધો હતો.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

આસામના તિનસુકિયા શહેરમાં એક દુકાનદારને મ્યુનિસિપાલિટીએ બરાબર સબક શીખવ્યો હતો. આ દુકાનદારે પોતાની ઑફિસમાંથી નીકળેલો કચરો રોડ પર ફેંકી દીધો હતો. કરિયાણું અને ગિફ્ટ-આઇટમોની દુકાન ધરાવતા આ દુકાનદારે રાત પડ્યા પછી કચરાનો ઢગલો કાઢીને રોડ પર ફેંકી દીધો હતો. સામાન્ય રીતે તે ચોરીછૂપીથી ફેંકતો હતો, પણ એક વાર દુકાનનો કર્મચારી એમ કરતાં રંગેહાથ પકડાઈ ગયો. બસ, પછી તો મ્યુનિસિપાલિટીના માણસોએ કર્મચારીઓની કડક પૂછપરછ કરી. પેલાએ કઈ દુકાનનો કચરો છે એ કહી દીધું. બીજા દિવસે સવારે બુલડોઝર લઈને મ્યુનિસિપાલિટીના માણસો આવ્યા અને રોડ પર દૂર નાખેલો કચરો બંધ દુકાનની સામે ઢેર કરીને જતા રહ્યા. 

assam india national news offbeat news Crime News