13 November, 2024 01:46 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અભિનંદન યાદવ
કરોળિયાને જાળું બનાવતાં જોયો હશે તો એની ધીરજ અને લગન કેટલી છે એ સમજાશે. એના જેવું ધૈર્ય બહુ ઓછા માણસોમાં જોવા મળે છે. ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના ખોજપુર ગામના અભિનંદન યાદવને તમે કરોળિયો કહી શકો છો. કારણ કે તેમણે થાક્યા વિના, હાર્યા વિના ૧૬ પ્રત્યન કર્યા અને તમામમાં નિષ્ફળ ગયા અને હવે ૧૭મા પ્રયત્ને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની અસિસ્ટન્ટ કમાન્ડન્ટની પરીક્ષા પાસ કરી છે. ખોજાપુરમાં પ્રાથમિક શિક્ષણ લઈને ૧૦મું-૧૨મું ધોરણ કોટામાં ભણ્યા. ૨૦૧૮માં IIT ગુવાહાટીમાં પ્રવેશ લીધો, ૨૦૨૨માં સ્નાતક થયા. એ સમયમાં તેઓ સરકારી પરીક્ષા માટે તૈયારી કરતા હતા અને ૨૦૧૭થી ૨૦૨૪ સુધી ૧૬ વખત સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB)ની લેખિત પરીક્ષા પાસ કરી, પણ ખરાબ કમ્યુનિકેશન સ્કિલ અને તબીબી સમસ્યાને કારણે ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા મળતી હતી. જોકે એમ છતાં અભિનંદને પ્રયત્ન ચાલુ રાખ્યો. ગ્રૅજ્યુએટ થયા પછી ગુરુગ્રામમાં નોકરી શરૂ કરી. ગામડામાં રહેતા હતા એટલે અંગ્રેજી સારું નહોતું એથી ઇન્ટરવ્યુમાં નાપાસ થતા હતા. કમ્યુનિકેશન સ્કિલ સુધારવા માટે તેમણે ખાનગી નોકરીમાં પ્રયત્ન શરૂ કર્યા. દિવરે ૧૨ કલાક કામ કરતા અને રાતે ભણતા. રસોઈ બનાવતાં પણ શીખ્યા.