ઑટોરિક્ષામાં કન્વર્ટિબલ કાર જેવી સુવિધા

31 March, 2023 12:28 PM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી આ કારના આ વિડિયોને અત્યાર સુધી ૧૦ લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે.  

ઑટોરિક્ષામાં કન્વર્ટિબલ કાર જેવી સુવિધા

વાત ગમે એટલી પડકારજનક હોય, પણ ભારતીયો જુગાડ કરીને એને સરળ બનાવી દે છે એમાં બેમત નથી. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં કેરલાના એક ઑટોરિક્ષાચાલકે તેની રિક્ષામાં મોડિફાય કરીને કન્વર્ટિબલ કાર જેવી સુવિધા વિકસાવી છે.

આ પણ વાંચો: ઑટોરિક્ષાને બનાવી દીધી ડિઝાઇનર કાર

માત્ર એક જ બટનની મદદથી ઑટોરિક્ષા પરનું રૂફ ખસી જાય છે. ઑટોરિક્ષાને ગુલાબી કલરમાં રંગવામાં આવી છે તથા એની સીટો પણ ગુલાબી છે.  ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી આ કારના આ વિડિયોને અત્યાર સુધી ૧૦ લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે.  

offbeat news kerala automobiles viral videos national news