દિલ્હી ઍરપોર્ટ પર મગરનું કપાયેલું માથું લઈને ઊતર્યો કૅનેડાનો નાગરિક

09 January, 2025 10:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ જોઈને કસ્ટમ્સ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કૅનેડાથી આવેલા એક પૅસેન્જરના સામાનમાં મગરનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ પૅસેન્જર હવાઈ મથકે ઊતર્યો ત્યારથી જ તેની વર્તણૂક શંકાસ્પદ લાગતાં કસ્ટમ્સ વિભાગે તેની પૂરી તપાસ કરી હતી અને પછી તેનો સામાન ચકાસ્યો ત્યારે એમાંથી એક મગરનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ જોઈને કસ્ટમ્સ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા.

આ પ્રવાસીએ જણાવ્યું હતું કે તેણે મગર માર્યો નથી કે એનો શિકાર પણ કર્યો નથી, તેણે તો આ મગરનું માથું થાઇલૅન્ડથી ખરીદ્યું છે.

થાઇલૅન્ડમાં લોકો મગરને મારીને ખાઈ જાય છે. જોકે ભારતમાં તો વન્યજીવ ઉત્પાદન લઈને પણ યાત્રા કરવા માટે પરમિશન જરૂરી છે. આવી પરમિશન કૅનેડાનો નાગરિક બતાવી શક્યો નહોતો. હાલમાં મગરનું માથું દિલ્હી કસ્ટમ્સના તાબામાં છે અને વન્યજીવ અધિકારીઓ હવે એની તપાસ કરશે અને કહેશે કે એ કઈ પ્રજાતિનો છે.

indira gandhi international airport thailand Crime News offbeat news national news