વાસણ માંજવાનાં સ્ક્રબ સ્પૉન્જથી બનેલી હૅન્ડબૅગ, કિંમત છે ૧.૫ લાખ રૂપિયા

06 May, 2026 04:53 PM IST  |  France | Gujarati Mid-day Correspondent

લક્ઝરી ફૅશન જગતમાં અજીબોગરીબ અને મોંઘી પ્રોડક્ટ્સ આવતી જ રહેતી હોય છે. ક્યારેક તો એમાં એવી-એવી વિચિત્ર ચીજોનો ઉપયોગ કરીને પ્રોડક્ટ બનાવાય છે જેને આપણે નાખી દેવાના ભાવે પણ ખરીદવા તૈયાર ન થઈએ.

વાસણ માંજવાનાં સ્ક્રબ સ્પૉન્જથી બનેલી હૅન્ડબૅગ, કિંમત છે ૧.૫ લાખ રૂપિયા

લક્ઝરી ફૅશન જગતમાં અજીબોગરીબ અને મોંઘી પ્રોડક્ટ્સ આવતી જ રહેતી હોય છે. ક્યારેક તો એમાં એવી-એવી વિચિત્ર ચીજોનો ઉપયોગ કરીને પ્રોડક્ટ બનાવાય છે જેને આપણે નાખી દેવાના ભાવે પણ ખરીદવા તૈયાર ન થઈએ. એમ છતાં મિનિમલિઝમના નામે અવનવી ચીજો ફૅશન એક્સપર્ટ્સ બનાવે છે. થોડા દિવસ પહેલાં માથ પગની એડીને જ સપોર્ટ કરે એવાં અડધાં સૅન્ડલ્સ ચર્ચામાં હતા હવે વારો છે સ્પૉન્જ બૅગનો. રંગબેરંગી સ્પૉન્જ જે આપણે સામાન્ય રીતે વાસણ કે કિચન સાફ કરવા માટે વાપરીએ છીએ. આ સ્પૉન્જમાંથી ટોટે બૅગ બનાવવામાં આવી છે. ફ્રાન્સનાં  એક લક્ઝરી બુટિકમાં પ્રાઇમ લોકેશન પર એને ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. જેની કિંમત સાઇઝ મુજબ ૧.૨૫ લાખથી ૧.૪૦ લાખ રૂપિયાની છે. ખરેખર જ્યારે આવી પ્રોડક્ટ્સ જોઈએ ત્યારે કહેવાનું મન થઈ જાય કે આ ખરેખર ફૅશન છે કે મજાક?

offbeat news fashion news fashion social media france international news world news