08 October, 2024 04:45 PM IST | Japan | Gujarati Mid-day Correspondent
આંગળીના વેઢા કરતાં પણ નાના રુબિક્સ ક્યુબ
રુબિક્સ ક્યુબ આખા વિશ્વમાં રમાય છે અને એની સ્પર્ધા પણ થાય છે. ૫૦ વર્ષ પહેલાં શોધાયેલા રુબિક્સ ક્યુબની ગોલ્ડન જ્યુબિલી ટાણે જ જપાનની રમકડાં બનાવતી કંપનીએ વિશ્વનું સૌથી નાનું રુબિક્સ ક્યુબ બનાવ્યું છે. ૪,૩૯,૫૯૫ રૂપિયાના આંગળીના વેઢા કરતા પણ નાના રુબિક્સ ક્યુબનું વજન માત્ર ૦.૩૩ ગ્રામ છે અને ૦.૧૯ ઇંચ લાંબું-પહોળું છે. જપાનની રમકડાં બનાવતી કંપની મેગાહાઉસે આ ક્યુબ બનાવ્યું છે. આ ક્યુબ ચીપિયાથી રમી શકાય છે. આટલું નાનું ક્યુબ બનાવતાં બે વર્ષ લાગ્યાં છે. આવતા વર્ષે એપ્રિલથી આ ક્યુબ મગાવી શકાશે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પણ આને વિશ્વનું સૌથી નાનું ક્યુબ જાહેર કર્યું છે.