હલ્દીની રસમમાં ચહેરા પર લગાવેલી હલ્દીથી દુલ્હનને એટલું ગંભીર ઍલર્જિક રીઍક્શન થયું કે...

16 May, 2026 01:24 PM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

હલ્દીની રસમમાં ચહેરા પર લગાવેલી હલ્દીથી દુલ્હનને એટલું ગંભીર ઍલર્જિક રીઍક્શન થયું કે લગ્નના દિવસે ડોલી નહીં, અર્થી ઊઠી

પ્રતીકાત્મક તસવીર

ઇન્દોરમાં એક લગ્નના ઘરમાં અચાનક માતમ છવાઈ ગયો હતો. લગ્નની પરંપરાઓમાં જેને સૌથી શુભ પરંપરા કહેવાય છે એ હલ્દીની રસમ જ એનું કારણ બની હતી. એક યુવતીને લગ્નના આગલા દિવસે પીઠી ચોળવાની વિધિ દરમ્યાન લગાવેલી હલ્દીને કારણે ગંભીર ઍલર્જિક રીઍક્શન આવી ગયું. હલ્દી લગાવ્યાના થોડા જ સમયમાં દુલ્હનને શરીર પર લાલ ચકામાં ઊપસી આવ્યાં. ચહેરા અને હોઠો પર સોજો આવી ગયો અને હાલત એટલી બગડી કે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી. પરિવારજનોએ તરત જ દીકરીને ઇન્દોરની એમ. વાય. હૉસ્પિટલમાં દાખલ કરી. ત્યાં યુવતીને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી. ત્યાં સારવારની અસર થઈ નહોતી રહી અને બીજા દિવસે યુવતીનું મૃત્યુ થઈ ગયું. જે દિવસે લગ્ન કરીને તેની ડોલી સાસરે જવાની હતી એને બદલે તેની અર્થી ઊઠી હતી. 

indore offbeat news national news news