ઉત્તર પ્રદેશના એક ગામમાં છેલ્લાં ૩૭ વર્ષથી એક પણ ફરિયાદ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ નથી

10 September, 2025 01:53 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

આ ગામ છે નિયામતપુર. ગામમાં કોઈ પણ પ્રકારનો મતભેદ કે ઝઘડો-ટંટો થાય છે એને પંચાયતમાં જ સુલઝાવી લેવામાં આવે છે.

નિયામતપુર

ભારતના જે રાજ્યમાં સૌથી વધુ ક્રાઇમ નોંધાય છે એ જ રાજ્યનું એક ગામ એવું છે જેની પોલીસચોકીમાં છેલ્લાં ૩૭ વર્ષથી એક પણ ફરિયાદ નોંધાઈ નથી. આ ગામ છે નિયામતપુર. ગામમાં કોઈ પણ પ્રકારનો મતભેદ કે ઝઘડો-ટંટો થાય છે એને પંચાયતમાં જ સુલઝાવી લેવામાં આવે છે. નિયામતપુર ગ્રામપંચાયતમાં લગભગ  ૧૪૦૦ લોકોની વસ્તી છે. આ ગામની પંચાયતમાં પાસેનાં બિજલીખેડા અને નગરિયા બહાવ ગામનું કામ પણ સામેલ છે. ગામલોકો બહુ ગર્વથી કહે છે કે ૧૯૮૮થી તેમના ગામની પોલીસચોકીમાં એક પણ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયો નથી. ગામના વડીલો અને પંચાયત મળીને જ દરેક સમસ્યા કે તકારારનું સમાધાન કાઢી લે છે. 

uttar pradesh national news news offbeat news social media