07 January, 2025 02:21 PM IST | Brussels | Gujarati Mid-day Correspondent
ક્રિસમસની સમાપ્તિ નિમિત્તે શ્રદ્ધાની ડૂબકી
ગઈ કાલે ગ્રીક સંસ્કૃતિ મુજબ ઑફિશ્યલી ક્રિસમસનો ઉત્સવ પૂરો થયો. એ નિમિત્તે યુરોપિયન દેશોમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જાતજાતની પરંપરાઓને અનુસરવામાં આવે છે. એમાંની એક ટ્રેડિશન છે બરફ જેવા થીજી ગયેલા પાણીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવવી. યુક્રેનમાં અત્યારે ચોતરફ યુદ્ધનો માહોલ છે ત્યારે બરફીલી નદીમાં યુવતીઓએ બિકિની પહેરીને ડૂબકી મારી હતી.