22 September, 2026 01:46 PM IST | Sonipat | Gujarati Mid-day Correspondent
ટ્વિન દીકરીઓના નામકરણ માટે આવ્યો કુખ્યાત ગૅન્ગસ્ટર
હરિયાણાના સોનીપત જિલ્લાના જઠેડી ગામનો કુખ્યાત ગૅન્ગસ્ટર સંદીપ ઉર્ફ કાલા જઠેડી રવિવારે તિહાર જેલમાંથી કસ્ટડી પરોલ પર બહાર આવ્યો હતો. તેને દિલ્હીની દ્વારકા કોર્ટે પોતાની ટ્વિન દીકરીઓના નામકરણમાં સામેલ થવા માટે પરવાનગી આપી હતી. તે સવારે ૧૧ વાગ્યે જેલમાંથી છૂટ્યો હતો અને સાંજે પાંચ વાગ્યા સુધી પોલીસની સાથે પોતાના ગામના ઘરમાં પરિવાર સાથે દીકરીઓના નામકરણમાં સામેલ થયો હતો. આ દરમ્યાન તેની સાથે ૧૦૦ પોલીસ તહેનાત હતા. ગામવાસીઓએ આ ગૅન્ગસ્ટરનું ઢોલનગારાં સાથે સ્વાગત કર્યું હતું. તેની દીકરીઓ ૮૦ દિવસ પહેલાં જન્મી હતી. એ વખતે પણ તે આવી જ રીતે પોલીસ-કસ્ટડી સાથે જામીન પર પત્નીને મળવા જેલની બહાર આવ્યો હતો.