✕

૫૦૦ ફુટ ઊંચે બે કેબલ-કારની વચ્ચે દોરડા પર ૪૭૨ ફુટ ચાલ્યા આ ભાઈ

05 November, 2026 05:56 PM IST  |  Austria | Gujarati Mid-day Correspondent

૨૦૨૧માં ઑસ્ટ્રિયાના જ ૩ જાંબાઝોએ કેબલ-કારની વચ્ચે ૨૧૩ ફુટ રોપવૉક કર્યું હતું, ફલોરિયને આ રેકૉર્ડ તોડ્યો છે. 

ફ્લોરિયન જોલર

ઑસ્ટ્રિયામાં રહેતા ફ્લોરિયન જોલર નામના એક ભાઈએ હવામાં લટકતી બે કેબલ-કાર વચ્ચે રસ્સી બાંધીને એના પર રોપવૉક કર્યું હતું. ઑસ્ટ્રિયાના ગુરગલ સ્કી રિસૉર્ટમાં આ કરતબ થયું હતું. કેબલ-કાર જમીનથી લગભગ ૫૦૦ ફુટ ઊંચે બાંધેલી હતી. એ પણ ઢોળાવવાળા વિસ્તારમાં હતી. કેબલ-કાર હવામાં લટકતી હોવાથી એની વચ્ચે બાંધેલું દોરડું પણ સતત હલી રહ્યું હતું. એમ છતાં ફ્લોરિયને સંતુલન જાળવીને ૪૭૨ ફુટનું અંતર પાર કર્યું હતું. આ સ્ટન્ટ તેણે ૧૫ મિનિટ અને ૩૦ સેકન્ડમાં પૂરો કર્યો હતો. ૨૦૨૧માં ઑસ્ટ્રિયાના જ ૩ જાંબાઝોએ કેબલ-કારની વચ્ચે ૨૧૩ ફુટ રોપવૉક કર્યું હતું, ફલોરિયને આ રેકૉર્ડ તોડ્યો છે. 

austria guinness book of world records international news offbeat news gujarati mid day