15 December, 2023 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરપાલ સિંહ
સામાન્ય લોકો અફૉર્ડ કરી શકે એવી મારુતિ સુઝુકી ૮૦૦ કારના મૉડલને લૉન્ચ થયાને ગઈ કાલે ૪૦ વર્ષ થયાં હતાં. ૧૯૮૩ની ૧૪ ડિસેમ્બરે પહેલી વાર આ કારનું મૉડલ વેચાણમાં મુકાયું હતું. એ વખતે ખુદ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ મારુતિ સુઝુકી ૮૦૦ કારના પહેલા ખરીદદાર હરપાલ સિંહને કારની ચાવી સુપરત કરી હતી. હરપાલ સિંહ ઇન્ડિયન ઍરલાઇન્સના કર્મચારી હતા અને તેમને એક લકી ડ્રૉમાં આ કાર મળી હતી જે ભારતની પહેલી મારુતિ સુઝુકી ૮૦૦ હતી. એક સમય હતો કે લગભગ દરેક કાર ઓનર પાસે આ જ મૉડલની કાર હતી. ઍમ્બૅસૅડરને રિપ્લેસ કરનાર ભારતની આ કાર લોકોને પરવડે એવી કારના સેગમેન્ટમાં ખૂબ લોકપ્રિય થઈ હતી.