✕

પાપ-પુણ્યની પરીક્ષા આપતી વખતે ભક્ત હાથીની મૂર્તિના પગ વચ્ચે જબરો ફસાઈ ગયો

24 November, 2026 07:31 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

કેટલાક લોકો માનતા પૂરી કરવા માટે કે પછી પાપોથી મુક્તિ મેળવવા અને પ્રાયશ્ચિત કરવા માટે મૂર્તિના પગ વચ્ચેથી પસાર થાય છે. જોકે ગઈ કાલે આ મંદિર પરિસરમાં એક ભક્ત મૂર્તિ વચ્ચે ફસાઈ ગયો હતો.

પાપ-પુણ્યની પરીક્ષા આપતી વખતે ભક્ત હાથીની મૂર્તિના પગ વચ્ચે જબરો ફસાઈ ગયો

મધ્ય પ્રદેશના અમરકંટકમાં આવેલા શ્રી મા નર્મદા મંદિર પરિસરમાં એક ભક્ત પ્રાચીન હાથીની મૂર્તિના પગ વચ્ચેથી નીકળવાની કોશિશ દરમ્યાન ફસાઈ ગયો હતો. એવી માન્યતા છે કે જે પુણ્યશાળી આત્મા હોય છે એ મંદિર પરિસરમાં આવેલી હાથીની મૂર્તિના પગ નીચેથી પસાર થઈ જઈ શકે છે. કેટલાક લોકો માનતા પૂરી કરવા માટે કે પછી પાપોથી મુક્તિ મેળવવા અને પ્રાયશ્ચિત કરવા માટે મૂર્તિના પગ વચ્ચેથી પસાર થાય છે. જોકે ગઈ કાલે આ મંદિર પરિસરમાં એક ભક્ત મૂર્તિ વચ્ચે ફસાઈ ગયો હતો. ખાધેપીધે સુખી અને હેલ્ધી દેખાતો આ ભક્ત હાથીની મૂર્તિના પગ વચ્ચે ઘૂસ્યો તો માથું અને ખભા નીકળી ગયા, પરંતુ પેટ અને નિતંબનો ભાગ ફસાઈ ગયો. ખાસ્સી જહેમત બાદ આગળ-પાછળ અને આડા થઈને ભક્ત માંડ નીકળ્યો હતો. ભક્તોનું કહેવું છે કે આ મંદિરમાં આએદિન ભક્તો આ રીતે મૂર્તિ વચ્ચે ફસાઈ જતા હોય એવું જોવા મળ્યું છે. 

madhya pradesh national news india Bharat offbeat news