દિલ્હીની આ કૅબમાં પ્લેનથી પણ સારી ફૅસિલિટી છે અને એ પણ ફ્રી

09 February, 2025 03:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વાઇ-ફાઇ, પરફ્યુમ, નાસ્તો, પાણીની બૉટલ જેવી અધધધ સુવિધા પૅસેન્જરને ફ્રી આપીને કસ્ટમર સર્વિસને તેણે નવી વ્યાખ્યા આપી છે.

દિલ્હીના ઉબર-ડ્રાઇવરે પોતાની મારુતિ સેલેરિયોને એક લક્ઝરી લાઉન્જ જેવી બનાવી દીધી છે

દિલ્હીના ઉબર-ડ્રાઇવરે પોતાની મારુતિ સેલેરિયોને એક લક્ઝરી લાઉન્જ જેવી બનાવી દીધી છે. વાઇ-ફાઇ, પરફ્યુમ, નાસ્તો, પાણીની બૉટલ જેવી અધધધ સુવિધા પૅસેન્જરને ફ્રી આપીને કસ્ટમર સર્વિસને તેણે નવી વ્યાખ્યા આપી છે.

આમ તો ટૅક્સીમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જલદી પહોંચવાનું હોય છે, પણ હમણાં ઇન્ટરનેટ પર છવાયેલી દિલ્હીના અબ્દુલ કાદિરની ટૅક્સી એક ડ્રીમ લક્ઝરી રાઇડ છે અને એમાં બેઠા પછી જલદીથી ઊતરવાનું મન થતું નથી. આ ટૅક્સીમાં બેઠેલા એક પૅસેન્જરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ રેડિટ પર ટૅક્સીનો ફોટો શૅર કરીને લખ્યું છે, ‘આ કૅબની ફૅસિલિટી ફ્લાઇટથી પણ સરસ છે.’

અબ્દુલ પોતાની ટૅક્સીમાં બેસનાર દરેક પૅસેન્જર માટે સફર યુનિક અને યાદગાર બનાવવા કૉમ્પ્લીમેન્ટરી સ્નૅક્સ, પાણીની બૉટલ, કોલ્ડ ડ્રિન્ક્સ, જરૂરી દવા, ચૉકલેટ, વાઇ-ફાઇ, પરફ્યુમ, હાથમાં પકડી શકાય એવો પંખો, ટિશ્યુ, સૅનિટાઇઝર, શૂ-પૉલિશ, છત્રી અને ઍશ-ટ્રે વગેરે રાખે છે અને એનો કોઈ ચાર્જ લેતો નથી. મોટા ભાગે તે કોઈ રાઇડ કૅન્સલ પણ કરતો નથી.

ઇન્ટરનેટ પર એક પૅસેન્જરે ફોટો પોસ્ટ કર્યો અને એ વાઇરલ થયા બાદ અબ્દુલની વાહવાહી થઈ રહી છે.

new delhi uber viral videos social media national news news offbeat news