04 November, 2024 02:41 PM IST | Mexico | Gujarati Mid-day Correspondent
વિવિધરંગી બ્રેડ દ્વારા ૪૩૩.૧૮ સ્ક્વેર મીટરમાં જાયન્ટ ચિત્ર તૈયાર કર્યું હતું
અમેરિકા અને મેક્સિકોમાં મૃત વ્યક્તિઓની યાદમાં ‘ડે ઑફ ધ ડેડ’ની ઉજવણી હૅલોવીન ફેસ્ટિવલની સાથોસાથ થાય છે. આ ફેસ્ટિવલ દરમ્યાન અમેરિકાની એક યુનિવર્સિટીના ગૅસ્ટ્રોનૉમી વિષયના વિદ્યાર્થીઓએ વિવિધ રંગની બ્રેડ બનાવીને એની સજાવટ દ્વારા જાયન્ટ મોઝેઇક ચિત્ર તૈયાર કર્યું હતું. એ માટે ૪૨,૦૦૦ જેટલા બ્રેડના ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિવિધરંગી બ્રેડ દ્વારા ૪૩૩.૧૮ સ્ક્વેર મીટરમાં જાયન્ટ ચિત્ર તૈયાર કર્યું હતું. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા એને રેકૉર્ડબ્રેક બ્રેડનું ચિત્ર ગણાવાયું હતું.