પગ નાખતાં પહેલાં બૂટને ઊંધાં કરી લેજો

10 October, 2023 03:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક્સ પર ભારતીય વન સેવા અધિકારી સુશાંતા નંદાએ વિડિયો શૅર કર્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

હૃદય ધબકારા ચૂકી જાય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં એક કોબ્રા બૂટમાંથી બહાર નીકળતો જોવા મળે છે. વાઇરલ ક્લિપમાં એક બૂટ ફ્લોર પર પડેલું જોવા મળે છે અને કૅમેરા ઝૂમ કર્યા બાદ જોયું કે એની અંદર એક સાપ વળાંક લઈને બહાર આવી રહ્યો છે અને જે વ્યક્તિ એનો વિડિયો રેકૉર્ડ કરી રહ્યો છે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક્સ પર ભારતીય વન સેવા અધિકારી સુશાંતા નંદાએ વિડિયો શૅર કરતાં લખ્યું, ‘લાગે છે, કોબ્રા નવાં ફુટવેઅર અજમાવી રહ્યો છે. મજાક બાજુએ રાખો. ચોમાસું પૂરું થવા આવી રહ્યું છે, કૃપા કરીને વધુ સાવચેત રહો.’ આ પોસ્ટ ગુરુવારે શૅર કરવામાં આવી હતી. પોસ્ટ કરવામાં આવી ત્યારથી ઘણી કમેન્ટ્સ મળી છે. સોશ્યલ મીડિયા યુઝરે કેવી-કેવી પ્રતિક્રિયા આપી એ પણ અદ્ભુત છે. એક વ્યક્તિએ લખ્યું કે ‘આઘાતજનક છે! કપડાં અને છત્રીને સમાન રીતે તપાસવાની જરૂર છે. મને ગયા વર્ષે સમાન કદના કોબ્રાને બચાવવા અને છોડવાનું નસીબ મળ્યું, જે અમારા અપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સમાં રસ્તો ભટકી ગયો હતો.’ બીજાએ ઉમેર્યું, ‘આપણે હંમેશાં આપણાં બૂટને પહેરતાં પહેલાં ઊંધાં કરવાનું શીખવવામાં આવતું હતું, વીંછીથી લઈને સાપ સુધીનું કોઈ પણ અંદર હોઈ શકે.’ અન્ય એક યુઝરે કમેન્ટ કરીને સવાલ કર્યો, ‘શું આ બેબી કોબ્રા છે, શું એ પણ એટલો જ ઝેરી છે?’

social media viral videos offbeat news national news