24 November, 2026 07:17 PM IST | China | Gujarati Mid-day Correspondent
વીજળી પણ બનાવે અને બૅક્ટેરિયા પણ ભગાવે એવું ટૂથબ્રશ શોધાયું
ચીની વૈજ્ઞાનિકોએ બૅટરી વિનાનું ઇલેક્ટ્રિક ટૂથબ્રશ શોધ્યું છે. એમાં બૅટરીથી નહીં, wJ બ્રશ કરવાની મૂવમેન્ટથી વીજળી પેદા થાય છે. ચીની વૈજ્ઞાનિકોના આ આવિષ્કારથી દુનિયાભરના સાયન્ટિસ્ટો અચંબિત છે. ઇલેક્ટ્રિક વાઇબ્રેશન્સથી મોંમાં રહેલા બૅક્ટેરિયાનો ખાતમો બોલાવતાં ટૂથબ્રશ ઑલરેડી માર્કેટમાં છે, પરંતુ તાજેતરમાં જેનો આવિષ્કાર થયો એ ટૂથબ્રશ બ્રશ કરવાથી વીજળી પેદા કરે છે. દાંત અને બ્રશ વચ્ચેના ઘર્ષણથી વીજળી પેદા થાય છે જે બૅક્ટેરિયાને મારે છે. ચીનની પેકિંગ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ આ શોધ કરી છે. સામાન્ય રીતે બ્રશ કરવાથી દાંત સાફ થઈ જાય અને એ ક્ષણે જેટલા બૅક્ટેરિયા હોય એ મરી જાય. આવી માર્કેટમાં ઘણી પ્રોડક્ટ્સ છે, પણ નવા શોધાયેલા ટૂથબ્રશમાં એની મૂવમેન્ટથી વીજળી પેદા થાય છે. એનાં બ્રિસલ્સની ડિઝાઇન એવી છે કે દાંત સાથેના ઘર્ષણથી વીજળી પેદા થાય છે અને આ વીજળીનાં તરંગોની અસર લાંબો સમય સુધી મોંમાં રહે છે જે ઓરલ કૅવિટીને લાંબો સમય બૅક્ટેરિયામુક્ત રાખે છે.