14 April, 2026 08:41 PM IST | Canada | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્મોકિંગ હેલ્થ માટે જોખમી છે એવી માત્ર જાહેરાત કરી દેવાથી નથી ચાલતું. લોકો આ બૂરી આદતથી મુક્ત થાય એ માટે સરકાર અને પ્રશાસને પણ કંઈક કરવું જરૂરી છે. કૅનેડામાં એક શહેરે જાહેર જગ્યાઓએ પૂરી રીતે સ્મોકિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. શહેરના કોઈ પણ પાર્ક, પબ્લિક પ્લેસ, બિઝનેસ એરિયા કે આઉટડોર જગ્યાઓમાં હાથમાં સિગારેટ લઈને ફૂંકવાની મનાઈ કરી દેવામાં આવી છે. માત્ર સિગારેટ જ નહીં, વૅપ અને ઈ-સિગારેટ ફૂંકવા પર પણ મનાઈ છે. જો કોઈ નિયમ તોડે તો તેને ૨૦૦થી ૩૦૦ કૅનેડિયન ડૉલર એટલે કે લગભગ ૩૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ નિયમ લોકોને સેકન્ડહૅન્ડ સ્મોકથી બચાવવા માટે લેવામાં આવ્યો છે. ઑન્ટારિયો, ટૉરોન્ટો, ઍલ્બર્ટા અને બાફ નામનાં શહેરોમાં સંપૂર્ણપણે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.