અનોખું કૅન એમાં ફ્રિજ વિના જ ડ્રિન્ક ચિલ્ડ થઈ જશે

03 April, 2025 03:01 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

જોકે બ્રિટિશ બારટેનર જેમ્સ વાસે એવું ફૂલ કેન બનાવ્યું છે જે એમ જ એમાં ભરેલા પીલાને ઠંડું કરી દઈ શકે છે. તેની આ નવી ટેક્નોલોજીની જવારથી પોષણા કરી છે

બ્રિટિશ બારટેનર જેમ્સ વાસે એવું ફૂલ કેન બનાવ્યું છે

જોરદાર ગરમી પડી ઓ છે ત્યારે ઠંડાં પીણાંની બોલબાલા વધી ગઈ છે. જોકે કોઈ પણ પીવું ઠંડું બનાવવું હોય તો કાં તો બ્રાફની જરૂર પડે કાં ફ્રિંજની. જોકે બ્રિટિશ બારટેનર જેમ્સ વાસે એવું ફૂલ કેન બનાવ્યું છે જે એમ જ એમાં ભરેલા પીલાને ઠંડું કરી દઈ શકે છે. તેની આ નવી ટેક્નોલોજીની જવારથી પોષણા કરી છે ત્યારથી કોકો-કોલા, રેડબુલ અને એના જેવાં એનર્જી ડિનની કંપનીઓએ એમાં રસ બતાવ્યો છે. બહારથી આ કેન સાધારણ ૫૦૦ મિલીલીટરના ડ્રિન્ક જેવું જ છે, પણ એમાં ૩૫૦ મિલીલીટર જેટલું જ પીવું સ્ટોર થાય છે, કેમ કે અંદર ઈન્સ્યુલેશન માટેની કેવિટી પણ છે. સાથે જ કેનના બેઝમાં એક સ્માર્ટ ટેકનોલૉજી છુપાયેલી છે. એક નાનકડું વોટર રેઝર્વોવર છે એમાં ખાસ નમકવાળું પાણી રાખવામાં આવે છે. જેવું બટન દબાવો કે તરત એ પાણી નમક સાથે મળીને કેમિકલ રીએક્શન કરે છે અને કેનની અંદરનું પીણું ઠંડું થવા માડે છે. જ્યારે પણ તમે કોઈ પીણું લઈને બહાર જાઓ ત્યારે એ થોડી જ વારમાં ગરમ થઈ જાય છે. ગરમીની સીઝનમાં આઉટડોર એક્ટિવિટી વખતે ઠંડું પીણું મેળવવું બહુ અઘરું થઈ જાય છે એટલે જેમાને થયું કે આપણે સ્પેસમાં રોકેટ છોડી શકીએ એટલી ટેક્નોલોજ ધરાવીએ છીએ, પણ ભેગમાં રાખેલા પીલાનું ટેમ્પરેચર ઠંડું નથી રાખી શકતા. એવું કેમ? તેણે પીણાંને ઠંડું રાખવાના વિજ્ઞાન પર કામ કરવાનું શરૂ કર્યું અને બે વર્ષની મહેનતે એનું પ્રોટોટાઈપ તૈયાર કર્યું છે. લંડનમાં એને ટેસ્ટિંગ માટે રજૂ કરવામાં આવ્યું છે. જેમાનું કહેવું છે કે સેલ્ક-ચિલિંગ કેનથી રેફ્રિજરેટરમાં વપરાતી એનર્જીનો બચાવ થઈ શકશે.

london international news news world news social media offbeat news