માથું દુખતું હોવાથી દવા લઈને બપોરે સૂઈ ગઈ મહિલા, ઊઠી ત્યારે તેનો અવાજ બદલાઈ ગયો

07 January, 2026 02:34 PM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

દુર્લભ ન્યુરોલૉજિકલ કન્ડિશન થઈ છે જેને ફૉરેન ઍક્સેન્ટ સિન્ડ્રૉમ કહેવાય છે.

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનના સ્ટૅફર્ડશાયરમાં જન્મેલી ૨૮ વર્ષની વેરિટી વૅન્ટની‌ જિંદગી માથાના દુખાવાએ બદલી નાખી હતી. થોડા દિવસથી માઇગ્રેનની તકલીફને કારણે તે ખૂબ હેરાન થઈ રહી હતી. એક દિવસ તે માથાના અસહ્ય દુખાવાને કારણે દવા લઈને બપોરે જ સૂઈ ગઈ. દવાને કારણે ઊંઘ તો સરસ આવી ગઈ અને જ્યારે તે ઊઠી ત્યારે માથાનો દુખાવો ગાયબ થઈ ગયો હતો. જોકે જેવું તેણે બોલવા માટે મોં ખોલ્યું કે તેને અહેસાસ થયો કે બીજું ઘણુંબધું બદલાઈ ગયું છે. તેનો અવાજ બદલાઈ ગયેલો અને બોલવાની લઢણ પણ બદલાઈ ગઈ હતી. તેના ઉચ્ચારો અલગ જ પ્રકારના થઈ ગયા હતા. તેને થયું કે થોડા સમયમાં પાછું પહેલાં જેવું થઈ જશે, પણ એવું થયું નહીં. તેનો અવાજ અને બોલવાની લઢણ પહેલાં જેવાં થઈ જ નહોતાં રહ્યાં એટલે તે ડૉક્ટરને બતાવવા ગઈ. ડૉક્ટરે મગજનું પરીક્ષણ કરીને કહ્યું કે તેને દુર્લભ ન્યુરોલૉજિકલ કન્ડિશન થઈ છે જેને ફૉરેન ઍક્સેન્ટ સિન્ડ્રૉમ કહેવાય છે.

offbeat news international news world news great britain