14 April, 2026 08:39 PM IST | Spain | Gujarati Mid-day Correspondent
કિસ ઑફ લવનું આ ભીંતચિત્ર ૪૦૦૦ ફોટોથી બન્યું છે
સ્પેનના બાર્સેલોનામાં એક શહેરના ખૂણામાં એક ખૂબ જ સુંદર ભીંતચિત્ર છે. થોડાં વર્ષો પહેલાં જોઆન ફૉન્ટક્યુબર્ટા અને સિરૅમિક આર્ટિસ્ટ ટોની કુમેલા નામની બે ભેજાબાજ પૅશનેટ વ્યક્તિની ટીમે આ ભીંતચિત્ર ખાસ ટાઇલ્સમાંથી બનાવ્યું છે. ‘ધ કિસ ઑફ ફ્રીડમ’ ટાઇટલ ધરાવતા આ ચિત્રમાં સ્થાનિક લોકોએ મોકલેલા ૪૦૦૦થી વધુ ફોટોગ્રાફ્સને સિરૅમિક ટાઇલ્સ પર પ્રિન્ટ કરવામાં આવ્યા છે. એ પછી આ પ્રિન્ટેડ ટાઇલ્સને એવી રીતે ગોઠવવામાં આવી છે કે એનાથી એક મોટું કિસ કરતું ચિત્ર સર્જાય.