19 December, 2022 12:19 PM IST | Panaji | Gujarati Mid-day Correspondent
ગોવામાં ચાલી રહેલા સેરેન્ડિપિટી આર્ટ ફેસ્ટિવલમાં ગોવાના જ એક નાનકડા ગામમાં ઊછરેલા અને મૂવિંગ આર્ટ ફૉર્મ્સ માટે જાણીતા કલાકાર દીપ્તેજ વર્નેકરનાં નવીનતમ ઇન્સ્ટૉલેશન્સ રજૂ કરવામાં આવ્યાં છે
હાલમાં ગોવામાં ચાલી રહેલા સેરેન્ડિપિટી આર્ટ ફેસ્ટિવલમાં ગોવાના જ એક નાનકડા ગામમાં ઊછરેલા અને મૂવિંગ આર્ટ ફૉર્મ્સ માટે જાણીતા કલાકાર દીપ્તેજ વર્નેકરનાં નવીનતમ ઇન્સ્ટૉલેશન્સ રજૂ કરવામાં આવ્યાં છે. વર્નેકરે આઉટડોર જિમ સાધનોને ટૅબ્લો જેવી રચનાઓમાં ફેરવ્યાં છે, જેને પગલે જ્યારે પણ કોઈ વ્યક્તિ એનો ઉપયોગ કરે ત્યારે એ સાધનો ઍનિમેટેડ રીતે આગળ આવે છે. મતલબ કે એક સામાન્ય વર્કઆઉટ દરમ્યાન રાક્ષસના ચહેરામાંથી સાપ બહાર આવવા કે પૌરાણિક પક્ષીની પાંખ ફફડાવવા જેવાં કાર્યો થાય છે. ઇન્સ્ટાગ્રામ પેજ ઇન્ડિયા કલ્ચરલ હબ દ્વારા ઇન્સ્ટૉલેશન્સનો એક વિડિયો ઑનલાઇન પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને ૧૭,૦૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે.