ગોવાના સૌથી વધુ રાહ જોવાતા ઉત્સવ, ‘ગોવા કાર્નિવલ 2025’ની ગઈ કાલે માનનીય મુખ્ય પ્રધાન ડૉ. પ્રમોદ સાવંત, પર્યટન મંત્રી રોહન એ. ખાંટે, પર્યટન નિયામક કેદાર નાઈક, જીટીડીસીના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ અરોલકર, પણજીમના મેયર રોહિત મોન્સેરેટ, પણજી કાર્નિવલ સમિતિ અને અભિનેત્રી વર્ષા ઉસગાંવકર દ્વારા એક ભવ્ય સમારોહમાં સત્તાવાર રીતે લીલી ઝંડી બતાવી શરૂઆત કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ રાજા મોમોએ તેમનું પ્રખ્યાત હુકમનામું - "ખાઓ, પીઓ અને આનંદ કરો પરંતુ જવાબદારીપૂર્વક" જાહેર કરીને - ઉજવણી શરૂ કરી.
03 March, 2025 07:07 IST | Panaji | Gujarati Mid-day Online Correspondent