18 April, 2024 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લપટોપની તસવીર
અમેરિકન ટેક્નૉલૉજી કંપની ઍપલ હવે એના સંપૂર્ણ Mac લાઇનઅપને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી સંચાલિત કરવા જઈ રહી છે. કંપની તમામ Macbookમાં AI પર કેન્દ્રિત ઇન્ટર્નલ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની નવી જનરેશન રજૂ કરશે. ૨૦૨૪ના અંત સુધીમાં કંપની દરેક Mac મૉડલમાં M4 પ્રોસેસર રજૂ કરવાની યોજના ધરાવે છે. પ્રોસેસરનું પ્રોડક્શન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. વાસ્તવમાં Mac સેલ્સમાં ઘટાડો થવાને કારણે ઍપલે પ્રોડક્ટ્સની કાયાપલટ કરવાનો નિર્ણય લીધો છે. કંપની એની તમામ પ્રોડક્ટ્સના પર્ફોર્મન્સ બહેતર બનાવવા માટે AI કૅપેબિલિટીને સમાવિષ્ટ કરવાનું લક્ષ્ય ધરાવે છે.