16 October, 2026 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નકલી સોનાની ચેઇન ઝપટી
રસ્તામાં જતી વખતે કોઈ અચાનક તમારા ગળામાં હાથ નાખીને ચેઇન છીનવી લે તો સ્વાભાવિકપણે વ્યક્તિ જોરથી ચિલ્લાય કે તેની પાછળ દોડીને તેને રોકવાની કોશિશ કરે. જોકે સોશ્યલ મીડિયા પર એક ચોરનું પોપટ થતું જોવા મળ્યું હતું. એક છોકરી કોઈ કાઉન્ટર પરથી કશુંક ખરીદી રહી છે ત્યારે એક માણસ શાંતિથી તેની પાછળ આવીને ઊભો રહે છે અને પછી સિફતપૂર્વક પાછળથી ચેઇન ખેંચીને ભાગી જાય છે. સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે પેલી છોકરી પાછળ ફરીને જુએ છે અને તેને અહેસાસ થાય છે કે તેના ગળામાંથી કંઈક ચોરાયું. જોકે બીજી જ મિનિટે તે જોરજોરથી હસવા લાગે છે કેમ કે પેલો ચોર લઈ ગયો એ અસલી સોનાની ચેઇન નહોતી.