18 July, 2024 01:13 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
કોફિન
સ્વિટ્ઝરલૅન્ડમાં સ્વેચ્છા-મૃત્યુની છૂટ છે. જોકે હવે માનવહકો માટે કાર્યરત એક સ્વૈચ્છિક સંસ્થાએ સ્વેચ્છા-મૃત્યુ એટલે કે અસિસ્ટેડ સુસાઇડ માટે એક કૉફિન કૅપ્સ્યુલ તૈયાર કરી છે. એનું નામ છે સાર્કો સુસાઇડ કૅપ્સ્યુલ. 3D પ્રિન્ટેડ મશીન દ્વારા તૈયાર થયેલા આ કૉફિનમાં મરવા ઇચ્છતી વ્યક્તિએ અંદર જઈને સૂઈ જવાનું. એ પછી અંદરથી એક સ્વિચ ઑન કરો એટલે નાઇટ્રોજન વાયુ છૂટે. એને કારણે માણસનો જીવ નીકળી જાય.
મીણના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન
કેરલાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમાન ચાંડીના અવસાનને આજે એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે તેમના પરિવારજનોએ તિરુવનંતપુરમમાં તેમની યાદમાં ઓમાન ચાંડીનું લાઇફ-સાઇઝ મીણનું પૂતળું તૈયાર કર્યું હતું.
પુરીના દરિયાકિનારે રેતીમાં જગન્નાથજીનો રત્નભંડાર ખૂલ્યો
છેક ૪૬ વર્ષ પછી પુરીના જગન્નાથજીના મંદિરમાં સંઘરાયેલો સેંકડો કિલો સોના-ચાંદીના દાગીનાઓનો ભંડાર ખૂલ્યો એ એક ઐતિહાસિક ઘટનાથી કમ નથી. પુરીના જ રેતશિલ્પકાર સુદર્શન પટનાઇકે આ ઘટનાને તેમના રેતશિલ્પથી ઘડી હતી. જગન્નાથજીની આકૃતિની સાથે અઢળક દાગીનાઓનો ભંડાર જાણે આબેહૂબ રચાયો હોય એવી કૃતિ તૈયાર કરી હતી.
હેં!?
૧૫ જુલાઈએ વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડે નિમિત્તે દિલ્હીની RML હૉસ્પિટલે ૨૪ કલાકમાં ૨૪ પ્લાસ્ટિક સર્જરી કરીને અનોખો માઇલસ્ટોન ક્રીએટ કર્યો હતો. આ માટે ૧૭ સર્જ્યનોની ટીમ ૨૪ કલાક ખડેપગે રહી હતી. આ સર્જરીઓમાં બ્યુટિફિકેશનની સાથે દાઝેલા દરદીઓની લાઇફ-સેવિંગ પ્લાસ્ટિક સર્જરી પણ થઈ હતી.