કૅલિફૉર્નિયામાં પહાડ ચડવા ગયેલી મહિલા હાઇકર ટોચ પાસે જ ફસાઈ જતાં બચાવવા માટે હેલિકૉપ્ટર બોલાવવું પડ્યું

18 April, 2025 02:43 PM IST  |  california | Gujarati Mid-day Correspondent

આ મહિલા લગભગ એક કલાક સુધી ખડકની કિનારી પકડીને સર્વાઇવ થઈ હતી.

ફસાયેલી મહિલા

કૅલિફૉર્નિયાના રિવરસાઇડ કાઉન્ટીમાં પૅસિફિક ક્રેસ્ટ ટ્રેઇલ તરીકે જાણીતા એક સીધો ઢોળાવ ધરાવતા પહાડ પર હાઇકિંગ કરવા નીકળેલી એક મહિલા રવિવારે ફસાઈ ગઈ હતી. તે એવી જગ્યાએ ફસાઈ હતી કે જો તેનો હાથ ખડક પરથી સરકે તો સેંકડો ફુટ નીચે પછડાય. રવિવારે સવારે લગભગ ૧૦ વાગ્યે આ ઘટના બની હશે. મહિલાએ સમયસૂચકતા વાપરીને તેની પાસે રહેલા હાઇકિંગ માટેના ખાસ ડિવાઇસથી ૯૧૧ નંબર પર રેસ્ક્યુ માટે મદદ માગતો ટેક્સ્ટ મેસેજ કર્યો હતો. તરત જ રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ઑફિસના એવિયેશન યુનિટે હેલિકૉપ્ટરથી આ મહિલાની શોધ ચલાવી હતી. દૂરથી તેમને એ મહિલા દેખાઈ હતી. આ જગ્યાએથી તેને હેલિકૉપ્ટરથી રેસ્ક્યુ કરવાનું કામ કપરું હતું, પણ એ હેમખેમ પાર પડ્યું હતું. આ મહિલા લગભગ એક કલાક સુધી ખડકની કિનારી પકડીને સર્વાઇવ થઈ હતી.

offbeat news california international news world news