કમાલનાં છે કૅમલ્સ

23 June, 2024 10:16 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

સસ્ટેને‌બલ જીવનશૈલી માટે અતિ મહત્ત્વનાં સાથી હોવાથી ૨૦૦૯ની સાલથી વર્લ્ડ કૅમલ ડે ઊજવવામાં આવે છે

ઊંટ

ગઈ કાલે બિકાનેરમાં વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે ઊંટો વચ્ચે રેસ યોજાઈ હતી. રાજસ્થાનનું બિકાનેર ઊંટનું સંવર્ધન કેન્દ્ર છે અને અહીં ઊંટ પર અભ્યાસ કરતું અને બ્રીડિંગ કરતું સંશોધન કેન્દ્ર પણ ચાલે છે. રણપ્રદેશોમાં ઊંટ આર્થિક ઉપાર્જન અને સસ્ટેને‌બલ જીવનશૈલી માટે અતિ મહત્ત્વનાં સાથી હોવાથી ૨૦૦૯ની સાલથી વર્લ્ડ કૅમલ ડે ઊજવવામાં આવે છે અને હા, કેમ બાવીસમી જૂને જ આ દિવસ મનાવાય છે એની પાછળ પણ એક કારણ છે. બાવીસમી જૂન એ વર્ષનો સૌથી લાંબો અને ગરમ દિવસ ગણાય છે અને આવી ભીષણ ગરમીમાં પણ અડીખમ રહી શકતાં હોવાથી આ દિવસ ઊંટોના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. 

offbeat news bikaner rajasthan life masala