૨૦ વર્ષ પહેલાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસના IPOમાં દસ હજાર રૂપિયા રોક્યા હોત તો ૪.૫ લાખ રૂપિયા થયા હોત

26 August, 2024 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦ વર્ષ પહેલાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસના IPOમાં દસ હજાર રૂપિયા રોક્યા હોત તો ૪.૫ લાખ રૂપિયા થયા હોત

પ્રતીકાત્મક તસવીર

૨૦૦૪માં ૨૫ ઑગસ્ટે તાતા કન્સલ્ટન્સી સર્વિસિસનો IPO આવ્યો હતો અને એ ૭.૭ ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. ઇશ્યુ ૪૧ ટકા પ્રીમિયમ પ્રાઇસ સાથે ખૂલ્યો હતો અને એની કિંમત હતી ૮૫૦ રૂપિયા. આ ઘટનાને પૂરાં ૨૦ વર્ષ થયાં છે. ૨૦૦૪ની ૨૫ ઑગસ્ટે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)  કંપની લિસ્ટ થઈ હતી. આ પ્રસંગે ફાઇનૅન્શિયલ એક્સપ્રેસે વિશ્લેષણ કર્યું હતું કે જો કોઈએ એ વખતે TCSમાં ૧૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો એ આજે ૨૦ વર્ષ બાદ ૪.૫ લાખ રૂપિયા જેટલું થયું હોત. 

tata mutual fund investment national news india offbeat news life masala