24 October, 2026 08:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીરામ લિમિટેડ એડિશન વૉચ
અમેરિકાની લક્ઝરી જ્વેલરી અને વૉચમેકિંગ કંપની જેકબ ઍન્ડ કંપનીએ રામજન્મભૂમિની કહાણીથી લઈને ભક્તિનું એક નવું જ સ્વરૂપ ઘડિયાળરૂપે રજૂ કર્યું છે. આ ઘડિયાળનું નામ છે શ્રી રામચંદ્ર લિમિટેડ એડિશન. ઍસ્ટ્રોનોમિયા સોલર પર આધારિત આ ખાસ ક્રીએશનમાં ભગવાન રામ અને હનુમાનજીની સાથે અયોધ્યાના રામ મંદિરની પણ એક નાની પ્રતિકૃતિ દેખાડવામાં આવી છે. ઘડિયાળના ભૂરા રંગના બેઝને પૃથ્વીનું પ્રતીક ગણવામાં આવ્યો છે જે દર ૬૦ સેકન્ડે ફરે છે. એના પર અલગથી શ્રી રામ અને હનુમાન દેખાય છે. એક બાજુએ સૂરજનું પ્રતીક છે. ૪૫.૫ મિલિમીટરના ૧૮ કૅરૅટ રોઝ ગોલ્ડના ડાયલવાળી આ ઘડિયાળમાં ૨૯૫ કમ્પોનન્ટ્સ છે. ડાયલની પાછળ જય શ્રી રામ લખેલું છે. દુનિયાભરમાં આ મૉડલના માત્ર ૩ પીસ બનાવવામાં આવ્યા છે.