18 April, 2025 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મિતાકુમારી
જે આસનમાં પર્ફેક્ટ પોઝ મેળવવાનું ખૂબ ડિફિકલ્ટ હોય છે એ આસનમાં અઢી કલાકથી વધુ સમય સ્થિર રહીને સ્મિતાકુમારી નામની યોગ-ઇન્સ્ટ્રક્ટરે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.સ્મિતાકુમારી છેલ્લાં પાંચ વર્ષથી અદાણી ગ્રુપમાં ફુલટાઇમ યોગ-ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે. આ સ્મિતાકુમારીનો બીજો વર્લ્ડ રેકૉર્ડ છે. ૨૦૨૨માં તેણે અમદાવાદમાં સમકોણાસન એટલે કે સેન્ટર સ્પ્લિટ પોઝ ૩ કલાક, ૧૦ મિનિટ અને ૧૨ સેકન્ડ સુધી હોલ્ડ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. તાજેતરમાં સ્મિતાએ સમકોણાસનથી પણ અઘરા ભૂનમનાસનમાં બીજો રેકૉર્ડ બનાવ્યો છે. ભૂનમનાસનમાં બેઉ પગ ૧૮૦ ડિગ્રી સ્પ્લિટ કર્યા પછી ધડનો ભાગ પણ જમીનને સ્પર્શેલો રહે એમ રાખવાનો હોય છે. હાથથી પગના પંજાને અડવાથી અંદર અંગ્રેજીના V શેપની રચના થાય છે.
સ્મિતાકુમારી ૧૭ ફેબ્રુઆરીએ આ પોઝમાં બે કલાક, ૩૩ મિનિટ અને ૩૭ સેકન્ડ સુધી સ્થિર રહી હતી, જેની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે હમણાં વિક્રમ તરીકે નોંધણી કરી છે.