Vivek Bindra FIR: જાણીતા મોટિવેશનલ સ્પીકર સામે આરોપ, પત્નીને એવો માર માર્યો કે...

23 December, 2023 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vivek Bindra FIR: વિવેક બિન્દ્રાની પત્નીએ તેની પર મારપીટ અને ઘરેલુ હિંસા કર્યાનો આરોપ લગાવ્યો છે. તેની પત્નીનું નામ યાનિકા છે.

વિવેક બિન્દ્રાની ફાઇલ તસવીર

યુટ્યુબ પર પોતાના પ્રેરક ભાષણોથી લાખો ચાહકો બનાવનાર મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા હાલ વિવાદમાં સપડાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેની પત્નીએ મારપીટ અને ઘરેલુ હિંસા કર્યાનો આરોપ (Vivek Bindra FIR) લગાવ્યો છે. તેની પત્નીનું નામ યાનિકા છે. તેના ભાઈ વૈભવ ક્વાત્રાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી દ્વારા એવો આરોપ (Vivek Bindra FIR) મૂકવામાં આવ્યો છે કે વિવેક બિન્દ્રાએ યાનિકાને માર માર્યો હતો અને ખરાબ રીતે ત્રાસ આપ્યો હતો.

એટલું જ નહીં આ મારને કારણે યાનિકાને ખૂબ જ વસમો આઘાત લાગ્યો છે. વિવેક બિન્દ્રાએ કરેલ ઘરેલુ હિંસામાં તેની પત્નીના કાનનો પડદો પણ ફાટી ગયો છે. આ સાથે જ પોલીસ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માર માર્યા બાદ યાનિકાને ગંભીર ઈજા થઈ હતી અને ઘણા દિવસો સુધી દિલ્હીની એક હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી.

આટલી હદ સુધી નિર્દયતાથી માર માર્યો

યાનિકાએ નોંધાવેલી ફરિયાદ (Vivek Bindra FIR)માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ ઘરના એક રૂમમાં સૌ પ્રથમ તેને ખેંચી હતી. ત્યારબાદ નિર્દયતાથી તેને માર પણ માર્યો હતો. તેટલું જ નહીં તેના વાળ ખેંચીને રૂમમાં બંધ કરી દીધો હતો. આ મારને કારણે યાનિકાના કાનનો પડદો ફાટી ગયો છે અને તે કંઈ પણ સાંભળી શકતી નથી. યાનિકાના ભાઈનો આરોપ છે કે તેના આખા શરીર પર ઈજાઓ અને ઘાના નિશાન જોઈ શકાય છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર વિવેક બિન્દ્રાના ફેમસ છે 

વિવેક બિન્દ્રા બડા બિઝનેસ પ્રાઈવેટ લિમિટેડ (BBPL)ના CEO છે અને તેમને YouTube અને Instagram પર લાખો લોકો ફોલો કરે છે. તાજેતરમાં જ યુટ્યુબર સંદીપ મહેશ્વરીએ તેની યુટ્યુબ ચેનલ પર મોટા કૌભાંડનો પર્દાફાશ શીર્ષક હેઠળનો વિડિયો રજૂ કર્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ બિન્દ્રાની કંપની દ્વારા છેતરપિંડી થઈ હોવાનો દાવો કર્યો હતો. જોકે, બિન્દ્રાએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

નોઈડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે

નોઈડા સેક્ટર-126 પોલીસ સ્ટેશન અનુસાર મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ તેની પત્નીને એટલી હદે માર માર્યો છે કે તેના કાનનો પડદો પણ ફાટી ગયો છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર (Vivek Bindra FIR) નોંધવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર વિવેક બિન્દ્રાનો તેની પત્ની સાથે મારપીટ કરતો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે પીડિત મહિલાના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. નોઇડા પોલીસ એમ પણ જણાવે છે કે માર માર્યા બાદ મહિલાએ દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં ઘણા દિવસો સુધી સારવાર ચાલુ રાખી હતી.

delhi news Crime News noida national news india