Twitterમાં પીએમ મોદીના નામ સામેથી હટ્યું બ્લુ ટિક, આવું કેમ થયું? જાણો

20 December, 2022 06:22 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

જોકે, રાહુલ ગાંધીના ટ્વિટર અકાઉન્ટમાં બ્લુ ટિક જોવા મળી રહ્યું છે.

પીએમ મોદીના નામ સામેથી હટ્યું બ્લુ ટિક

Twitterમાં Elon Muskએ ઘણાં ફેરફારો કર્યા છે. તેમણે હાલમાં જ તેમણે Twitter Blue સબ્સક્રિપ્શન ફિચર જારી કર્યુ છે. આ સિવાય ટિકને ત્રણ કલર આપવામાં આવ્યાં છે. પહેલા માત્ર બ્લુ ટિક જ આપવામાં આવતું હતું. આ નવા બદલાવની આજથી અસર જોવા મળી છે. વડાપ્રધાન મોદીના અકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવામાં આવ્યું છે.

જોકે, આનો મતબલ  એ નથી કે તેમનું અકાઉન્ટ વેરિફાઈડ નથી. પરંતુ તેમના નામની આગળ હવે ગ્રે કલર જોવા મળી રહ્યો છે. અકાઉન્ટ હેન્ડલ નીચે India Government Officialનું ટેગ પર ગ્રે કલરમાં દેખાઈ રહ્યું છે. આ બદલાવ નવી વેરિફિકેશન સિસ્ટમ હેઠળ કરવામાં આવ્યો છે. 

વડાપ્રધાન સિવાય ગૃહ પ્રધાન અમિત શાહ, નિતિન ગડકરી, પીયુષ ગોયલના અકાઉન્ટમાંથી પણ બ્લુ ટિક હટાવવામાં આવ્યું છે. આ તમામ નેતાઓના નામની આગળ હવે ગ્રે ટિક જોવા મળે છે. કંપનીએ પહેલા જ સ્પષ્ટ કર્યુ હતું કે ગ્રે ટિક માત્ર સરકાર સાથે જોડાયેલા લોકોને જ આપવામાં આવશે. 

આ પણ વાંચો:શું એલન મસ્ક ટ્વિટરમાંથી આપી દેશે રાજીનામું? લોકોને પૂછ્યો આ સવાલ, જાણો શું આવ્યો જવાબ

જોકે, હજી સુધી રાજ્યોના મુખ્યપ્રધાનોને ગ્રે ટિક આપવામાં આવ્યાં નથી. તેમજ એ પણ સ્પષ્ટ નથી કે ભારતમાં વિપક્ષ નેતાઓને ગ્રે ટિક મળશે કે નહીં. રાહુલ ગાંધીના અકાઉન્ટમાં હજી બ્લુ ટિક જોવા મળી રહ્યું છે. કંપનીએ ગત સપ્તાહે પોતાની પોલિસી બદલી હતી. નવી પોલિસી મુજબ બિઝનેસ અકાઉન્ટને ગોલ્ડ ટિક આપવામાં આવી રહ્યાં છે. 

સરકારના અકાઉન્ટ્સને ગ્રે અને સામાન્ય યુઝર્સને બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે. આ ફિચરને કંપની ધીમે ધીમે રોલ આઉટ કરી રહી છે. આગામી સમયમાં બીજા અકાઉન્ટ્સમાં પણ ગ્રે ટિક લગાવવામાં આવશે. હાલમાં ઘણાં બધા યુર્ઝસના ટ્વિટર હેન્ડલર પર બ્લુ ટીક જોવા મળી રહ્યું છે. પરંતુ થોડા સમય બાદ તેમને પણ ગ્રે ટિક મળશે. 

એલન મસ્કે શરૂ કર્યો ટ્વિટરનો અપડેટેડ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ, હવે ત્રણ રંગોના હશે ટિક

તાજતરમાં એલન મસ્કે એક પોલનું આયોજન કર્યુ હતું. જેમાં તેમણે પૂછ્યું હતું કે શું તેમણે ટ્વિટર હેડનું પદ છોડી દેવું જોઈએ. જેના જવાબમાં અધિકતર લોકોએ હાં કહ્યું હતું. આ પોલમાં 17 મિલિયનથી પણ વધારે લોકોએ ભાગ લીધો હતો. પરંતુ તે નવો પોલ કરાવવા પર વિચાર કરી રહ્યાં છે.

national news elon musk narendra modi amit shah twitter