✕

ઘોડબંદર રોડ પર ટ્રેલરે લીધો ૨૬ વર્ષની ફિઝિયોથેરપિસ્ટનો જીવ, મમ્મી જખમી

09 October, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે ટ્રેલરના ડ્રાઇવરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર

ઘોડબંદર રોડ પર ગાયમુખ પાસે બુધવારે રાત્રે ટ્રેલર અને ટૂ-વ્હીલર વચ્ચે થયેલા અકસ્માતમાં ૨૬ વર્ષની ફિઝિયોથેરપિસ્ટનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની ૪૭ વર્ષની મમ્મી ગંભીર રીતે જખમી થઈ હતી. તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મૃત્યુ પામનારી ફિઝિયોથેરપિસ્ટનું નામ હર્ષિતા ગૌડા હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

હર્ષિતા તેની મમ્મી સાથે ટૂ-વ્હીલર પર ગાયમુખ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેલરે અચાનક ડાબી બાજુ વળીને તેમને ટક્કર મારી હતી. ટક્કર ખૂબ જ જોરથી લાગી હોવાથી બન્ને જણ ફંગોળાઈ હતી અને તેમને ગંભીર ઈજા થઈ હતી. હર્ષિતાને વધુ ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું. જોકે તેની મમ્મી નંદિની ગૌડાને ઈજાઓ થઈ હોવા છતાં તે બચી ગઈ હતી. તેને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી અને ટ્રેલરના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. અકસ્માત કઈ રીતે થયો અને ડ્રાઇવરે દારૂ પીધો હતો કે નહીં એ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

mumbai news mumbai ghodbunder road thane road accident