31 December, 2024 11:34 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
કન્યાકુમારીમાં વિવેકાનંદ રૉક મેમોરિયલ અને થિરુવલ્લુવર સ્ટૅચ્યુને જોડતા ગ્લાસ-બ્રિજનું ઉદ્ઘાટન તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને કર્યું
ગઈ કાલે કન્યાકુમારીમાં વિવેકાનંદ રૉક મેમોરિયલ અને થિરુવલ્લુવર સ્ટૅચ્યુને જોડતા ગ્લાસ-બ્રિજનું ઉદ્ઘાટન તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને કર્યું હતું. ૭૭ મીટર લાંબો અને ૧૦ મીટર પહોળો આ બ્રિજ દેશમાં આ પ્રકારનો પહેલો ગ્લાસ-બ્રિજ હોવાનું કહેવાય છે.
કવિ અને દાર્શનિક થિરુવલ્લુવર અને સ્વામી વિવેકાનંદ જેવા બે મહાત્માઓનાં સ્મારકોને જોડતો, દરિયા પર બનેલો આ ગ્લાસ-બ્રિજ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.