✕

અભિજિત દીપકેએ ફરી વિરોધ-પ્રદર્શન પર ઊતરવાનું બ્યુગલ ફૂંક્યું

12 October, 2026 12:18 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

મેં કોઈ બૉન્ડ પર સહી નથી કરી એમ કહીને અભિજિત દીપકેએ ફરી વિરોધ-પ્રદર્શન પર ઊતરવાનું બ્યુગલ ફૂંક્યું

રવિવારે સાંજે નાગપુર પહોંચ્યા પછી અભિજિત દીપકે.

CJPના સ્થાપક અભિજિત દીપકેએ ગઈ કાલે આંદોલન ફરી શરૂ કરવાનો નિર્ધાર કરીને કહ્યું હતું કે પાર્ટીએ વિરોધ ન કરવાનું વચન આપતો કોઈ બૉન્ડ સહી કર્યો નથી. દિલ્હીની કોર્ટે મુક્ત કર્યાના થોડા કલાકો બાદ X પરની એક પોસ્ટમાં દીપકેએ લખ્યું હતું કે અમે એવા કોઈ બૉન્ડ પર હસ્તાક્ષર કર્યા નથી જેમાં વિરોધ-પ્રદર્શન ન કરવાની શરત હોય. અમે ફરીથી રસ્તા પર ઊતરીશું.
અટકાયતમાંથી છૂટ્યા બાદ દીપકે મહારાષ્ટ્રમાં તેના વતનમાં ગયો હતો જ્યાં તે શનિવારે અવસાન પામેલાં તેનાં દાદીમાની અંતિમવિધિમાં સામેલ થશે. X પરની અન્ય એક પોસ્ટમાં દીપકેએ લખ્યું હતું કે આ દુઃખની ઘડીમાં મારા પરિવાર સાથે રહેવા માટે હું મારા ગામ પાછો ફરી રહ્યો છું. CJP ન તો પીછેહઠ કરશે કે ન તો ડરશે. ૧૦ ઑક્ટોબરનો દિવસ આ સરમુખત્યારશાહીના અંતની શરૂઆત તરીકે યાદ રાખવામાં આવશે.

national news india cockroach janata party abhijit dipake political news nagpur