ઈન્દિરાએ ખસેડ્યા, રાજીવે સસ્પેન્ડ કર્યા, એસ જયશંકરે જણાવ્યો પિતાનો કિસ્સો

21 February, 2023 08:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

જયશંકરના પિતા ડૉક્ટર કે સુબ્રમણ્યમ એક શાનદાર રણનીતિક વિશેષજ્ઞ માનવામાં આવે છે. એસ જયશંકરે આ વાત બ્યૂરોક્રેટથી મિનિસ્ટર બનવાના પોતાના સફરની સ્ટોરી સંભળાવતી વખતે જણાવી.

એસ. જયશંકર (ફાઈલ તસવીર)

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે પોતાના પિતા સાથે જોડાયેલો કિસ્સો શૅર કર્યો છે. તેમણે કહ્યું કે મારા પિતા બ્યૂરોક્રેટ હતા, જે પછીથી સચિવ બન્યા. પણ પહેલા ઈન્દિરા ગાંધી અને પછી રાજીવ ગાંધીએ તેમની સાથે ખૂબ જ અન્યાય કર્યો. નોંધનીય છે કે જયશંકરના પિતા ડૉક્ટર કે સુબ્રમણ્યમ એક શાનદાર રણનીતિક વિશેષજ્ઞ માનવામાં આવે છે. એસ જયશંકરે આ વાત બ્યૂરોક્રેટથી મિનિસ્ટર બનવાના પોતાના સફરની સ્ટોરી સંભળાવતી વખતે જણાવી.

પરિવારની વાતો
વિદેશ મંત્રી એસ જયશંકરે એએનઆઈ સાથે ઈન્ટરવ્યૂમાં પોતાના પરિવારની પણ તમામ વાતો શૅર કરી. જયશંકરે જણાવ્યું કે તે બ્યૂરોક્રેટ્સના પરિવારમાંથી આવે છે. જયશંકર પ્રમાણે તે એક બહેતરીન વિદેશ સેવા અધિકારી બનવા માગતા હતા અને એવું વિચારતા જ તેમની સામે પિતાનો આકાર બની જતો હતો. જયશંકરે જણાવ્યું કે તેમના પિતા ડૉક્ટર કે સુબ્રમણ્યમ એક બહેતરીન બ્યૂરોક્રેટ હતા. તેમણે પોતાના કરિઅરની શરૂઆત 1979માં જનતા સરકારને કરી અને દેશના સંભવતઃ સૌથી યુવાન બ્યૂરોક્રેટ બન્યા. જણાવવાનું કે જયશંકરના પિતા વર્ષ 2011માં નિધન થયું હતું અને તે પોતાના દીકરાને સચિવ બનતા જોઈ શક્યા નહીં.

પિતા સાથે થયું હતું અયોગ્ય
જયશંકરે આગળ જણાવ્યું કે તેમના પિતા સાથે ખૂબ જ અયોગ્ય થયું હતું. જયશંકર પ્રમાણે તેમના પિતા પહેલા બ્યૂરોક્રેટ હતા અને પછી સચિવ બન્યા. તેઓ સેક્રેટ્રી ડિફેન્સ પ્રૉડક્શન હતા, જ્યારે 1980માં ઈન્દિરા ગાંધી સત્તામાં પાછા આવ્યાં અને તેમને પદ પરથી ખસેડી દીધા. જયશંકર જણાવે છે કે માત્ર આટલું જ નહીં, આગળ જતાં રાજીવ ગાંધી સરકારમાં પણ તેમના પિતાના રસ્તા રોકનારાની અછત નહોતી. ત્યારે તેમણે કોઈક જૂનિયરને કેબિનેટ સેક્રેટ્રી બનાવવા માટે તેમને ખસેડી દીધા હતા. જયશંકરે જણાવ્યું કે ત્યાર બાત તેમના પિતા ક્યારેય સેક્રેટ્રી બન્યા નહીં. એ વાતનું દુઃખ રહ્યું, પણ આ વિશે તે ક્યારેય વાત નહોતા કરતા. જયશંકર પ્રમાણે આ જ કારણ હતું કે જ્યારે તેમના મોટાભાઈ પહેલીવાર સેક્રેટ્રી બન્યા તો પિતાને ખૂબ જ ગર્વ થયો હતો.

આ પણ વાંચો : ChatGPT સાઈટ ડાઉન થતાં લોકોએ આપ્યા આ રિએક્શન, જુઓ વિગતે

આ રીતે મળી મંત્રી બનવાની તક
જયશંકરે જણાવ્યું કે જ્યારે 2011માં તેમના પિતાનું નિધન થયું તો હું ગ્રેડ 1 અધિકારી બની શક્યો હતો, જેમ કે એક રાજદૂત. હું સચિન નહોતો બન્યો. પિતાના નિધન બાદ હું સેક્રેટ્રી બન્યો. તેમણે જણાવ્યું કે તે સમય સુઝધી લક્ષ્ય માત્ર સેક્રેટ્રી બનવાનો જ હતો અને હું તે લક્ષ્ય હાંસલ કરી ચૂક્યો હતો. 2018માં હું તાતા સન્સમાં હતો. ત્યાં બધું જ બરાબર ચાલતું હતું. ત્યારે અહીં રાજનૈતિક તક મળી. એસ જયશંકરે જણાવ્યું કે હું આને માટે તૈયાર નહોતો તેથી મેં સમય લીધો. જયશંકરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને કેબિનેટ જૉઈન કરવા માટે પોતે પૂછ્યું હતું. તેમણે જણાવ્યું કે પહેલીવાર તેમની પીએમ સાથે મુલાકાત વર્ષ 2011માં થઈ હતી, જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચીનના પ્રવાસે ગયા હતા.

national news S Jaishankar indira gandhi rajiv gandhi