30 July, 2025 07:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ગાંધી
ગઈ કાલે સંસદમાં ઑપરેશન સિંદૂર પર થયેલી ચર્ચામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ગરમાગરમી જોવા મળી હતી. કૉન્ગ્રેસનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધીએ પહલગામ હુમલાને સરકારી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી અને હુમલા વખતે સુરક્ષા જવાનો ત્યાં કેમ હાજર નહોતા, ઇન્ટેલિજન્સને ખતરાની જાણ કેમ ન થઈ જેવા સવાલ પૂછ્યા હતા.
પ્રિયંકાએ પહલગામ હુમલામાં જીવ ગુમાવનાર પીડિતોનાં નામ લઈને તેમને ભારતીય તરીકે સંબોધ્યા હતા. જોકે ત્યારે BJPના સંસદસભ્યોએ હોબાળો મચાવીને મરનારા હિન્દુ હતા એવું કહ્યું હતું અને વારંવાર હિન્દુ શબ્દનો ઉચ્ચાર કર્યો હતો. જોકે પ્રિયંકા તેમના સંબોધનમાં BJPના સંસદસભ્યોને જવાબ આપતાં દર વખતે ‘હિન્દુ’ સામે ‘ભારતીય’ બોલતાં રહ્યાં હતાં.