ખરાબ હવામાનથી હેલિકૉપ્ટર ઊડી ન શકતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીથી જમશેદપુર સુધી રોડથી પ્રવાસ કર્યો

16 September, 2024 08:46 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્ષના અંતમાં ૮૧ બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે

રાંચીથી બાય રોડ જમશેદપુર જઈ રહેલા વડા પ્રધાન.

ખરાબ હવામાનને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકૉપ્ટર રાંચી ઍરપોર્ટથી ઊડી શક્યું નહીં એટલે તેમણે રાંચીના બીરસા મુંડા ઍરપોર્ટથી જમશેદપુર સુધીનો ૧૨૬ કિલોમીટરનો પ્રવાસ રોડ દ્વારા કર્યો હતો. જમશેદપુરના ગોપાલ મેદાનમાં તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન મહારૅલીને સંબોધવાના હતા. આ વર્ષના અંતમાં ૮૧ બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે એ સંદર્ભમાં આ મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

national news ranchi jamshedpur narendra modi india jharkhand