મોદી હવે નહીં કરે ‘મન કી બાત’

26 February, 2024 10:02 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ મહિના સુધી આ પ્રોગ્રામ પ્રસારિત નહીં થાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી (પીટીઆઇ) : લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને રાજકીય ​શિષ્ટાચારને અનુરૂપ પોતાનો દર મ​હિને પ્રસારિત થતો ‘મન કી બાત’ કાર્યક્રમ ત્રણ મહિના સુધી પ્રસારિત નહીં થાય, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું. ગઈ કાલે ૧૧૦મા એપિસોડમાં તેમણે જણાવ્યું હતું કે માર્ચમાં આચારસંહિતા અમલી બનાવાશે જે ગઈ ચૂંટણીમાં પણ અમલી બનાવાઈ હતી. ચૂંટણીના સમયપત્રકની જાહેરાત આગામી મહિને કરવામાં આવે એવી ધારણા છે. ૧૧૦ કાર્યક્રમ અત્યાર સુધી યોજાયા અને એ દરમ્યાન સરકારના પડછાયાથી સુધ્ધાં આ કાર્યક્રમ અલિપ્ત રહ્યો છે જે એની સૌથી મોટી સફળતા છે, એમ કહીને તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દેશની સહિયારી શ​​ક્તિ અને સિદ્ધિને સમર્પિત છે.

national news narendra modi mann ki baat Lok Sabha Election 2024