midday

નીતીશકુમારે પણ વક્ફ ઍક્ટમાં સુધારા સામે વિરોધ નોંધાવ્યો

24 August, 2024 09:54 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આવતા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી હોવાથી નીતીશકુમારે આ માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે
નીતિશ કુમાર

નીતિશ કુમાર

વક્ફ ઍક્ટમાં સુધારા કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો બિહારના મુખ્ય પ્રધાન જનતા દળ યુનાઇટેડ (JDU)એ પણ વિરોધ નોંધાવ્યો છે. આ પહેલાં નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના બે સાથી પક્ષો ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP) અને આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટી (TDP)એ વિરોધ નોંધાવ્યો છે. નીતીશકુમારનો પક્ષ આ સૂચિત સુધારાઓમાં મુસ્લિમોનાં કેટલાંક હિતોનું રક્ષણ કરવા માગે છે અને એ સુધારાઓને પડતા મૂકવા માગે છે. આવતા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી હોવાથી નીતીશકુમારે આ માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. બિહારમાં તેમનો મુસ્લિમ મતદાર વર્ગ ઘણો મોટો છે. 

Whatsapp-channel
janata dal united nitish kumar bihar political news indian government national news india