સરકારી સબસિડી ભ્રામક હોઈ શકે છે એટલે એના પર આધાર ન રાખો

01 October, 2024 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીતિન ગડકરીની સરકારવિરોધી ટિપ્પણી બની ચર્ચાસ્પદ, સરકારી સબસિડી ભ્રામક હોઈ શકે છે એટલે એના પર આધાર ન રાખો

નિતિન ગડકરી (ફાઇલ તસવીર)

કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ પ્રધાન અને મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ ગઈ કાલે સરકારની સબસિડી વિશે કરેલા નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. નાગપુરમાં આયોજિત ઍડ્વાન્ટેજ વિદર્ભ કાર્યક્રમમાં નીતિન ગડકરીએ ઑન્ટ્રપ્રનરોને કહ્યું હતું કે ‘સત્તામાં ગમે તેની સરકાર હોય, દૂર રહો. સરકારે જાહેર કરેલી સબસિડી ભ્રામક ઠરી શકે છે. આથી તમારે સબસિડી પર આધાર ન રાખવો જોઈએ. તમે સબસિડી મેળવવા માગતા હો તો કદાચ મળી શકે છે, પણ ક્યારે મળશે એ કહેવું મુશ્કેલ છે. મારા પુત્રે મને કહ્યું હતું કે તેને કહેવામાં આવ્યું હતું કે તેને ૪૫૦ કરોડ રૂપિયાની સબસિડી મળશે. તેણે મને આ વિશે પૂછ્યું હતું ત્યારે મેં તેને કહ્યું હતું કે ભગવાનને પ્રાર્થના કર, કારણ કે સબસિડી ખરેખર મળશે કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી.’

નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર સરકારની લાડકી બહીણ યોજનાને સફળ બનાવવા માટે બીજી યોજનાને બ્રેક મારવામાં આવી રહી હોવાનો દાવો પણ કર્યો હતો. તેમના આ નિવેદન પરથી વિરોધી પક્ષોએ લાડકી બહીણ યોજના ટૂંક સમયમાં બંધ થશે એવા નિવેદન આપવાની શરૂઆત કરી છે.

nitin gadkari maharashtra state road transport corporation maharashtra state road development corporation maharashtra news maharashtra bharatiya janata party