એપ્રિલમાં રૅશનકાર્ડ ધારકોને મળશે ત્રણગણું અનાજ

21 March, 2026 12:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ માટે સરકારે કોઈ કારણ જણાવ્યું નથી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કેન્દ્ર સરકાર ગરીબીરેખા હેઠળ આવતા લોકોને મફતમાં રૅશન પૂરું પાડે છે, પણ એપ્રિલ મહિનામાં મોદી સરકારે ત્રણગણું અનાજ આપવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ આ કાર્ડના લાભાર્થીઓને એપ્રિલ મહિનામાં જ મે અને જૂન મહિનાનું પણ અનાજ આપવામાં આવશે. આમ એક જ મહિનામાં ૩ મહિનાનું અનાજ આપી દેવામાં આવશે. આ માટે સરકારે કોઈ કારણ જણાવ્યું નથી.

આ પહેલાં મંગળવારે સરકારે જણાવ્યું હતું કે ‘૨૦૨૫માં ૪૧.૪૧ લાખ બોગસ રૅશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યાં હતાં. હરિયાણામાં સૌથી વધારે ૧૩.૪૩ લાખ કાર્ડ રદ થયાં હતાં. આ સિવાય રાજસ્થાનમાં ૬.૦૫ લાખ, ઉત્તર પ્રદેશમાં ૫.૯૭ લાખ, પશ્ચિમ બંગાળમાં ૩.૭૪ લાખ અને મધ્ય પ્રદેશમાં ૨.૬૦ લાખ કાર્ડ રદ કરવામાં આવ્યાં હતાં. આ પહેલાં ૨૦૨૪માં ૪૮.૮૫ લાખ અને ૨૦૨૩માં ૪૧.૯૯ લાખ રૅશનકાર્ડ રદ કરવામાં આવ્યાં હતાં.

સરકારે હવે ૯૯.૨ ટકા લાભાર્થીઓને આધાર કાર્ડ સાથે જોડી દીધા છે. આ સિવાય ૯૮.૭૫ ટકા અનાજ વિતરણ આધાર સાથે બાયોમેટ્રિક સહિત ડિજિટલ માધ્યમથી વિતરીત કરવામાં આવે છે.

indian government india national news news