15 February, 2025 03:15 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મહાકુંભમાં સફાઈનો પણ બન્યો વર્લ્ડ રેકૉર્ડ
મહાકુંભમાં ત્રિવેણી સંગમ પાસે બનેલા રામઘાટ, ગંગેશ્વર ઘાટ અને ભારદ્વાજ ઘાટ પર એકસાથે ૩૦૦ સફાઈકર્મીઓએ અડધા કલાક સુધી સતત સફાઈ કરીને નવો વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો. આ પહેલાં આટલા કર્મચારીઓએ એક જ નદી પર અડધો કલાક સુધી સફાઈકામ નથી કર્યું. ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સની ટીમની હાજરીમાં આ રેકૉર્ડ બન્યો હતો.