10 July, 2023 09:30 PM IST | Khagaria | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Khagaria Murder: ખગડિયા (Khagaria)માં એક વિધવા મહિલાની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. રાક્ષસોએ મહિલાના મૃતદેહ (Murder Case) સામે પણ ક્રૂરતા દાખવી છે. પોલીસ (Police) આ કેસની તપાસમાં લાગેલી છે.
બિહાર (Bihar)ના ખગડિયા (Khagria)માંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. હકીકતે, અહીં એક મહિલાની ખૂબ જ ક્રૂરતાથી હત્યા (Murder Case) કરી દેવામાં આવી છે. વિધવા મહિલા કોઈક કામથી પોતાના ખેતર પર ગઈ હતી, ત્યાં ઘાત લગાડી બેઠેલા લોકોએ તેને પકડી લીધો અને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દીધો. ઘટનાના ખુલાસા બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાક્ષસોએ મહિલાને ફક્ત મારી નાખી નહીં તેમણે તેના શરીરના અંગ પણ વાઢ્યા. હેવાનોએ મહિલાની આંખો કાઢી. તેની જીભ પણ વાઢી. મહિલાના ગુપ્તાંગો પર ચપ્પૂના ઘા ઝીંક્યા. રાક્ષસોએ દરેક હદ વટાવી દીધી. પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.
9 વર્ષ પહેલા થઈ હતી પતિ-દિયરની હત્યા
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, મૃતક મહિલાની ઓળખ 45 વર્ષની સુલેખા દેવી તરીકે થઈ છે. 2014માં સુલેખાના પતિ અને દિયરની પણ હત્યા કરી દેવામાં આવી હતી. જમીનના વિવાદમાં સુલેખાના પતિ બબલૂ સિંહ અને તેમના દિયર કારે સિંહને મારી નાખવામાં આવ્યા હતા. તે બન્નેની હત્યાનો આરોપ કુલો સિંહ, શંકર સિંહ, રાજદેવ સિંહ, મહેન્દ્ર સિંહ અને ફુલૂંગ સિંહ પર લાગ્યું હતું. શંકા છે કે સુલેખાનો જીવ પણ આને કારણે જ લઈ લીધી છે.
મહિલાના મૃતદેહ સામે કરી બર્બરતા
માહિતી પ્રમાણે, જેમ સુલેખા પોતાના ખેતર પર પહોંચી ત્યાં બદમાશોએ તેને પકડી લીધી અને મારવા માંડી. જ્યારે તેનો વિરોધ સુલેખાએ કર્યો તો તેને મારી નાખી. ત્યાર બાદ રાક્ષસોએ ચપ્પૂ લીધો અને તેમની આંખો કાઢી લીધી. પ્રાઈવેટ પાર્ટ અને જીભ પણ કાપી નાખી. મોત બાદ પણ રાક્ષસો મૃતદેહ સાથે બર્બરતા કરતા રહ્યા.
કેસની તપાસમાં લાગેલી પોલીસ
જણાવવાનું કે ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પર ભીડ જમા થઈ ગઈ. જેના પછી આની સૂચના પોલીસને આપવામાં આવી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પછી કેસ દાખલ થયો. પોલીસ અધિકારીનું કહેવું છે કે આ ઘટના બીભત્સ છે. અમે તપાસ કરી રહ્યા છે. જે પણ દોષી હશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઘટના બાદ આક્રોશિત થયા ગ્રામીણ
મૃતદેહ મળ્યા બાદ મહદ્દીપુરના ગ્રામીણ આક્રોશિત થયા અને પસરાહા સામે એનએચ-31ને કલાકો જામ કરી હત્યારાઓની ધરપકડની માગ કરવા માંડ્યા. પછી ભારે સંખ્યામાં પોલીસ દળ પહોંચ્યું. આક્રોશિત ગ્રામીણોને સમજાવ્યું. હત્યારાઓની ધરપકડના આશ્વાસન બાદ ગ્રામીણોએ ખસેડ્યા.