કૅબમાં મહિલાની જાતીય સતામણી : ઓલાને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ

02 October, 2024 05:31 PM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

૨૦૧૯માં ઓલા-કૅબમાં પ્રવાસ કરી રહેલી મહિલા-પૅસેન્જરની ડ્રાઇવર દ્વારા કરવામાં આવેલી જાતીય સતામણીના કેસમાં કર્ણાટક હાઈ કોર્ટે ઓલા-કૅબની પેરન્ટ કંપની ANI ટેક્નૉલૉજીઝને આ મહિલાને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે

પ્રતીકાત્મક તસવીર

૨૦૧૯માં ઓલા-કૅબમાં પ્રવાસ કરી રહેલી મહિલા-પૅસેન્જરની ડ્રાઇવર દ્વારા કરવામાં આવેલી જાતીય સતામણીના કેસમાં કર્ણાટક હાઈ કોર્ટે ઓલા-કૅબની પેરન્ટ કંપની ANI ટેક્નૉલૉજીઝને આ મહિલાને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. આ સિવાય કોર્ટ-કેસ કરવા માટે થયેલા ખર્ચ પેટે બીજા ૫૦,૦૦૦ રૂપિયા પણ ચૂકવવા જણાવ્યું છે. જજ એમ. જી. એસ. કમલની બનેલી સિંગલ જજની બેન્ચે ઓલાની ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ‍્સ  કમિટીને પણ મહિલાઓ પર થતા જાતીય સતામણીના કેસમાં યોગ્ય તપાસ કરવા અને ૯૦ દિવસમાં ડિ​સ્ટ્રિક્ટ ઑફિસર સમક્ષ રિપોર્ટ જમા કરવા જણાવ્યું છે. 

karnataka karnataka high court sexual crime national news news