19 March, 2026 09:39 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાન હરદીપ સિંહ પુરી
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને લઈને વૈશ્વિક સ્તરે તેલ અને ગૅસના પુરવઠા પર માઠી અસર પડી રહી છે અને એને લઈને ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી LPG સિલિન્ડરની અછત થઈ રહી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાન હરદીપ સિંહ પુરી સાથે સંસદભવનમાં મહત્ત્વની બેઠક યોજી હતી જે બે કલાક જેટલા લાંબા સમય સુધી ચાલી હતી.
આ બેઠક પૂરી થયા બાદ તરત કેન્દ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઊભી થઈ રહેલી ગૅસની અછતને પહોંચી વળવા માટે રાજ્યોને ૧૦ ટકા વધારાના LPG ક્વોટાની ફાળવણી કરવામાં આવશે.
પેટ્રોલિયમ મંત્રાલયનાં એક અધિકારી સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ‘ઘરેલુ LPGના ઉત્પાદનમાં ૪૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એમ છતાં પરિસ્થિતિ હજી સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી. દેશભરમાં કેટલાંક સ્થળોએ ગૅસ વિતરક એજન્સીઓ પર હજી પણ લાંબી કતારો જોવા મળી રહી છે જેના ઉકેલ માટે સરકાર સક્રિય છે.’